
18 માર્ચ 1974ના રોજ જન્મેલા નિખિલ નંદા પ્રખ્યાત બિઝનેસમેન અને શ્વેતા બચ્ચનના પતિ છે. નિખિલ નંદા એસ્કોર્ટ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. 2018 માં તેમના પિતા રાજન નંદા પાસેથી બિઝનેસની લગામ સંભાળીને, નંદાએ ભવિષ્ય પર નજર રાખીને કંપનીનું નેતૃત્વ કર્યું છે. એસ્કોર્ટ્સ લિમિટેડની સ્થાપના 1944માં નંદાના દાદા હર પ્રસાદ નંદા દ્વારા કરવામાં આવી હતી. બાંધકામ સંબંધિત એન્જિનિયરિંગ સામાન ઉપરાંત, કંપની ટ્રેક્ટર અને તેની એસેસરીઝ પણ બનાવે છે. જે વિદેશોમાં પણ નિકાસ થાય છે.

સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સ લિમિટેડની આવક રૂ. 2,154.39 કરોડ હતી. અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ વાર્ષિક ધોરણે આવકમાં 9.42 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સ લિમિટેડનો નફો રૂ. 223.31 કરોડ હતો. છેલ્લા ક્વાર્ટરની સરખામણીએ વાર્ષિક ધોરણે નફામાં 125.95 ટકાનો વધારો થયો છે.