પોસ્ટ ઓફિસના પિનકોડની ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત ? જાણો તેનો 6 અંકનો કોડ શું દર્શાવે છે
જો તમારે ઘરે કોઈ પાર્સલ મંગાવું હોય કે પછી કોઈને તમારા ઘરનું સરનામું આપવું હોય તો પિનકોડ જરૂરી છે. પિનકોડ દ્વારા તમારા ઘરનું સરનામું શોધવામાં સરળતા રહે છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પિનકોડની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યારે કરવામાં આવી. તો આ લેખમાં તેના વિશે જાણીશું.
પિન કોડ સિસ્ટમને કારણે પોસ્ટને તેના યોગ્ય ઠેકાણે પહોંચાડવામાં ઓછો સમય લાગે છે. આ ઉપરાંત આ સિસ્ટમ પોસ્ટ ડિલિવરી સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવે છે. પિનકોડના કારણે પોસ્ટલ ડિલિવરી ખોટી જગ્યાએ જવાની શક્યતા ઘણી ઘટી જાય છે.
5 / 5
પિનકોડ એ છ અંકનો કોડ છે. આ કોડના પહેલા બે અંકો પોસ્ટલ વિસ્તાર સૂચવે છે, પછીના બે અંકો પોસ્ટલ સર્કલ સૂચવે છે અને છેલ્લા બે અંકો પોસ્ટ ઓફિસ સૂચવે છે.