
ટેલિગ્રામ ઓડિયો નોટ: ટેલિગ્રામ ઓડિયો નોટ્સને ટેક્સ્ટમાં કન્વર્ટ કરવા માટે, તમારે તમારા ટેલિગ્રામ પર આ @transcribeme_bot પર જવું પડશે. અહીં તમને ઓડિયો નોટનું ટેક્સ્ટ મળશે. અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ લોકોએ આ એપ ઇન્સ્ટોલ કરી છે. આ ફીચર એઆઈ ટેક્નોલોજી દ્વારા તમારી ઓડિયો નોટને ટેક્સ્ટમાં કન્વર્ટ કરે છે.

ગોપનીયતા અને સુરક્ષા: વેબસાઈટનો દાવો છે કે તે તમારા ઓડિયો મેસેજને પોતાની સાથે સેવ નહીં કરે. તે તેના વપરાશકર્તાઓની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખશે અને કોઈપણ થર્ડ-પાર્ટી એપને ઍક્સેસ કરવાની મંજૂરી આપશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે તમારે કોઈ અલગ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે નહીં. તમે તેના બોટ એકાઉન્ટનો મફતમાં ઉપયોગ કરી શકો છો. (નોંધ: આ લેખ માત્ર માહિતી માટે છે. જો તમે કોઈપણ એપ કે નંબરનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો એકવાર તેના યુઝર્સના રિવ્યુ વાંચો.)