ક્યારેક વિદેશ જાઓ અને પાસપોર્ટ ખોવાય જાય તો શું કરશો ? જાણો પરત વતન કઇ રીતે ફરવું ?

|

Feb 15, 2022 | 3:36 PM

જ્યારે પણ તમે વિદેશ જાઓ છો ત્યારે સૌથી મહત્વનો દસ્તાવેજ તમારો પાસપોર્ટ હોય છે. ધારો કે તમે તેને વિદેશમાં ક્યાંક ગુમાવી દો છો, તો જાણો શું થશે અને તમે કેવી રીતે ભારત પાછા આવશો.

1 / 5
વિદેશ જવા માટે પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. માત્ર મુસાફરી માટે જ નહીં પણ ત્યાં પણ તમારી ઓળખ તમારા પાસપોર્ટથી થાય છે. પરંતુ, ધારો કે તમે ક્યારેય વિદેશ જાવ અને જો તમારો પાસપોર્ટ બીજા દેશમાં ખોવાઈ જાય તો શું થશે. કારણ કે તેના વગર તમે વિદેશથી પરત ફરી શકશો નહીં. તો જાણો આવી સ્થિતિમાં શું કરવું અને તમે કેવી રીતે પાછા ફરી શકો.

2 / 5
પાસપોર્ટ ખોવાઈ જાય તો શું કરવું?- આવી સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલા તમારે તે દેશના પોલીસ સ્ટેશનમાં જઈને ભારતની જેમ પાસપોર્ટ ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવવી પડશે. એકવાર તમે ફરિયાદ નોંધાવી લો તે પછી, તમારે તે દેશમાં ભારતીય દૂતાવાસને શોધવું પડશે.

3 / 5
દૂતાવાસ આ રીતે કરે છે મદદ-  જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ફરિયાદ કર્યા બાદ એમ્બેસીનો સંપર્ક કરવો પડશે. એમ્બેસીનો સંપર્ક કર્યા પછી, તમારે ફરિયાદ નોંધવી પડશે અને તમારી માહિતી આપવી પડશે.

4 / 5
તમે અહીં બીજા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. જો તમારા વિદેશથી પાછા ફરવામાં વધુ સમય બાકી હોય, તો એમ્બેસી તમારો રિપ્લેસમેન્ટ પાસપોર્ટ તૈયાર કરે છે, જે ભારતમાંથી બને પછી જ તે દેશમાં જાય છે. જો કે, આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગે છે.

5 / 5
ધારો કે આજે તમારો પાસપોર્ટ ખોવાઈ ગયો છે અને તમારે લગભગ 1 મહિના પછી વિદેશથી પરત ફરવું છે, તો એમ્બેસી તરફથી બીજો પાસપોર્ટ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. બીજી બાજુ જો તમારી પાસે ફક્ત એક કે બે દિવસનો સમય હોય, તો તમને એમ્બેસી તરફથી એક ઇમરજન્સી સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેના દ્વારા તમે તે દેશમાંથી પાછા આવી શકો છો. આ પછી તમારે ભારત આવ્યા પછી નવો પાસપોર્ટ બનાવવો પડશે.

Next Photo Gallery