
સુરતના ભાઠા ગામ ખાતે ઉષાબેનનું ઉંબાડિયું સુરતી લોકો માટે ખૂબ જ જાણીતું અને માનીતું થઈ ચૂક્યું છે ઉષાબેન પોતાના પરિવાર સાથે સ્પેશિયલ સુરતી પાપડીની ખેતી કરીને લોકો માટે પરિવાર સાથે પોતાના પાપડી ના ખેતરમાં બેસાડીને સુરતી ઉંબાડિયું વેચી રહ્યા છે આમ તો ઉંબાડિયું ફાફડા પાપડી કે વાલ પાપડીનું બનતું હોય છે પરંતુ ભાઠા ગામના ઉષાબેન સ્પેશિયલ સુરતી પાપડીનું ત્રણ દાણાની ઉંબાડિયું બનાવે છે ઉષાબેનની ઉંબાડિયું સાથેની ચટણી પણ ખૂબ જ વખણાય છે. 11 જેટલી વિવિધ વસ્તુઓ નાખીને ટરોટ રાજા ચટણી ગ્રાહક મિત્રોને પીરસે છે ઉંબાડિયું માટે ઉષાબેન ને ત્યાં કોઈપણ પ્રકારનું સ્ટોરેજ કરતા નથી હંમેશા ઓર્ડર પ્રમાણે તાજુ અને ગરમ ગરમ ચટણી લોકોને પીરસીને પ્રેમથી ખવડાવે છે. 300 રૂપિયા કિલો મળે છે ઉષાબેન છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ઉંબાડિયું આવે છે

બેનિફિટ એ છે કે હાજીરા રોડ થી રોરો ફેરીમાં જવાય છે એટલે સૌરાષ્ટ્ર તરફ જતા લોકો ફોન પર ઓર્ડર આપે છે અને પાર્સલ ભાવનગર રાજકોટ તરફ સૌરાષ્ટ્રમાં વધુ જાય છે રોજ સવારે મુંબઈ બરોડા અમદાવાદ આણંદ નડિયાદ પાર્સલોના ઓર્ડર આવે છે આજુબાજુના રાજ્ય તેમજ ફ્લાઇટની કનેક્ટિવિટી મળી જતા લોકો ફ્લાઈટના સમયે પોતાના સ્વજનો વિદેશ રહેતા હોવાથી પાર્સલ મોકલાવે છે.