
બિલ લાવવા પાછળ સરકારનો પણ કોઈક ને કોઈક હેતુ હશે. જેમાં સરકાર પોસ્ટ ઓફિસોને પુનઃજીવિત કરવા કામે લાગી છે. પોસ્ટ ઓફિસને પણ સરકાર નાગરિકોને સેવા આપતી સંસ્થા બનાવવા માગે છે. તેને બેંકોમાં રૂપાંતરિત કરવા માટે છેલ્લા નવ વર્ષમાં અનેક પ્રયાસો કર્યા છે. પોસ્ટ ઓફિસો વ્યવહારીક રીતે બેંકોમાં પરિવર્તિત થઈ ગઈ છે.

અહલ સુધીમાં પોસ્ટ ઓફિસના વિસ્તરણ તરફ નજર કરવામાં આવે તો 2004 થી 2014 વચ્ચે 660 જેટલી પોસ્ટ ઓફિસ બંધ થઈ હતી. આ જ સમયે, 2014 થી 2023 ની વચ્ચે, લગભગ 5,000 જેટલી નવી પોસ્ટ ઓફિસો શરૂ કરવામાં આવી હતી અને લગભગ 5746 પોસ્ટ ઓફિસો ખોલવાની પ્રક્રિયામાં છે. પોસ્ટ ઓફિસમાં ત્રણ કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમાં એક લાખ 41 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.

અશ્વિની વૈષ્ણવે આ સુધારા અંગે જણાવ્યુ હતું કે પોસ્ટ ઓફિસ એક્સપોર્ટ ફેસિલિટી એક એવી સુવિધા છે જેમાં દેશના દૂરના ભાગમાં રહેતો કોઈપણ વ્યક્તિ વિશ્વમાં કોઈ પણ સ્થળે પોતાનો માલ એક્સપોર્ટ કરી શકે છે. હાલમાં 867 પોસ્ટલ એક્સપોર્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાંથી રૂ.60 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી છે. આ બિલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસોને પત્ર સેવામાંથી સેવા પ્રદાતાઓમાં પરિવર્તિત કરવાનો અને પોસ્ટ ઓફિસોને બેંકોમાં રૂપાંતરિત કરવાનો છે.
Published On - 4:46 pm, Thu, 7 December 23