
દશેરાના દિવસે અમદાવાદવાસીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. ગયા વર્ષે શહેરીજનોએ આશરે 150 કરોડની કિંમતના ફાફડા જલેબીનો આસ્વાદ માણ્યો હતો. આ વર્ષે પણ ગયા વર્ષ કરતા વધારે ફાફડા જલેબી વેચાવવાની સંભાવના છે.

ફાફડા જલેબીની સાથે શહેરના લોકો ચોળાફળી ઉપર પણ પ્રેમ વરસાવી રહ્યા છે. ચોળાફળીના ભાવમાં પણ આશરે 5 થી 10% નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 1 કિલો ચોળાફળી 400 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીમાં મળે છે.

ગરમ-ગરમ ફાફડા અને ઘી નીતરતી જલેબી, પપૈયાની છીણ અને લીલા મરચા સાથે ખાવાની કંઈક અનેરી જ મજા હોય છે. અમદાવાદમાં આજે 8 થી 9 લાખ કિલો ફાફડા અને જલેબીનું વેચાણ થઈ શકે છે.
Published On - 3:22 pm, Tue, 24 October 23