લોકોને ટિંડા-ટીનસા ખાવામાં ભલે સ્વાદિષ્ટ ન લાગે, પરંતુ ટીનસામાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. ટીંડા ખાવાથી શરીરને વિટામીન સી, કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, ડાયેટરી ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ફાઈબરથી ભરપૂર ટીંડા ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. ટીંડા ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.