
સિલાઈ મશીનઃ એક સમય હતો કે જ્યારે મહિલાઓ હાથ વડે કપડા સીવતી હતી, પરંતુ આજકાલ લોકો સીધા દરજીનો સંપર્ક કરે છે અથવા તૈયાર કપડાં લઈ ખરીદે છે. એવા ઘણા લોકો પણ છે જે ઘરની જૂનું સિલાઈ મશીન ઘરમાં રાખે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી તેઓ માતા લક્ષ્મીનું અપમાન કરે છે અને તેને આર્થિક નુક્સાનનું ભોગ બનવું પડે છે.

જૂનાં કપડાંઃ મોટાભાગનાં ઘરોમાં જૂનાં કપડાંનો સ્ટોક હોય છે, જેને મોટાભાગના લોકો આળસને કારણે હટાવતા નથી. સ્ટોર રૂમમાં આવા કપડા રાખવાથી ઘરમાં કલેશ અને ગરીબી આવે છે. વાસ્તુ અનુસાર, તેનાથી બિમારીઓ થાય છે, જે આર્થિક અને શારીરિક રીતે પરેશાન કરે છે.(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)