
કમ્પાસની મદદથી દિશા શોધવી: જો તમારી પાસે દિશા જાણવા માટે કમ્પાસ હોય તો તેની મદદથી પણ જાણી શકો છો પણ જો નથી તો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી કમ્પાસ ડાઉનલોડ કરી શકો છો તેમજ કેટલાક ના ફોનમાં પણ હોય છે તેની મદદથી પણ જાણી શકો છો.

આ માટે ઘરના મુખ્ય દ્વાર પાસે જઈ મુખ ઘરની અંદર રહે તે રીતે ઉભા રહો અને ધીમે ધીમે મોબાઇલ ફેરવો. એપ્લિકેશનમાં 'E' તરફ જે એરો દેખાય તે જ તમારા ઘરની પૂર્વ દિશા છે.

સૂર્યની ઉગતી દિશા ચેક કરો: તમારી પાસે કમ્પાસ ન હોય કે તમે ફોનમાં પણ જોવા ના માંગતા હોવ તો તમારે ઘરની છત પર જઈ સૂર્ય કઈ દિશામાં ઉગે છે તે ચેક કરો. આમ તમે જાણી શકો છો પૂર્વ દિશા તમારા ઘરની કઈ તરફ છે.