વૈષ્ણો દેવી મંદિરની ઘટનાઃ ભારતમાં આ પહેલા પણ બની ચૂકી છે આવી ઘટનાઓ, જાણો ક્યારે નાસભાગમાં લોકોએ ગુમાવ્યા જીવ

|

Jan 01, 2022 | 3:46 PM

Stampede Incidents in India: જમ્મુ-કાશ્મીરસ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા અકસ્માતો થયા છે.

1 / 7
માતા વૈષ્ણો દેવી મંદિર, વર્ષ 2022 - વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીએ માતા વૈષ્ણો દેવી મંદિરમાંથી (Vaishno Devi Temple) નાસભાગના સમાચાર આવ્યા છે. જેમાં 12 લોકોના મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે મૃતકો માટે 12 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. બપોરે 2.45 કલાકે મંદિર પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી.

2 / 7
કરુપ્પાસામી મંદિર, વર્ષ 2019 - 21 એપ્રિલના રોજ, તમિલનાડુમાં કરુપ્પાસામી મંદિરમાં (Karuppasamy Temple) નાસભાગને કારણે લગભગ 7 લોકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. અકસ્માત પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાને મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. આ અકસ્માત ચિત્ર પૂર્ણિમાની રાત્રે થયો હતો, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા માટે પહોંચ્યા હતા.

3 / 7
ગરીબનાથ મંદિર, 2018- 13મી ઓગસ્ટે બિહારના ગરીબનાથ મંદિરમાં નાસભાગને કારણે 15 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની તપાસમાં માલુમ પડ્યું હતું કે દર્શન માટે ઉમટી પડેલી મોટી ભીડને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન શિવલિંગને જળ ચઢાવવા અને દર્શન માટે ભીડ ઉમટી પડી હતી.

4 / 7
સબરીમાલા મંદિર, 2017 અને 2011- 2017માં કેરળના સબરીમાલા મંદિરમાં નાસભાગમાં 25 લોકો ઘાયલ થયા હતા. જે બાદ મંદિર (Sabarimala Shrine Stampede)માં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર કડક નિયમો બનાવવામાં આવ્યા હતા. આ ઘટના 41 દિવસીય મંડલા પૂજાના સમાપન દિવસે બની હતી. આ પહેલા વર્ષ 2011માં પણ સબરીમાલા મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. 106 લોકોના મોત થયા અને 100 લોકો ઘાયલ થયા હતા.

5 / 7
શ્રીનયના દેવી મંદિર, 2008- 3 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં શ્રીનયના દેવી મંદિરમાં નાસભાગમાં 145 લોકો માર્યા ગયા અને 150 ઘાયલ થયા.

6 / 7
ચામુંડા દેવી મંદિર, 2008 - રાજસ્થાનના જોધપુરમાં એક પહાડીની ટોચ પર સ્થિત ચામુંડા દેવી મંદિરમાં 30 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિના તહેવાર દરમિયાન નાસભાગમાં 120 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

7 / 7
મંધેર દેવી મંદિર, 2005 - 26 જાન્યુઆરીના રોજ, મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મંધેર દેવી મંદિરમાં લગભગ 350 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 200 થી વધુ લોકો ઘાયલ થયા. મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા પહોંચ્યા હતા, ત્યારે જ નાસભાગ મચી ગઈ હતી. (તસવીરો - ટ્વિટર)

Next Photo Gallery