Vadodara: કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પુળામાંથી બનાવી ગણેશજીની પ્રતિમા- જુઓ Photos

Vadodara: વડોદરાના કારેલીબાગમાં વલ્લભનગર સોસાયટીના સ્થાનિકોએ ઘાસના પૂળામાંથી શ્રીજીની પ્રતિમા બનાવી છે. વલ્લભનગર સોસાયટીના રહીશો દર વર્ષે ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવે છે. આ વર્ષે તેમણે 13 ફુટ ઉંચી પ્રતિમા બનાવવા માટે ડાંગરના ઘાસના 400 જેટલા પુળાનો ઉપયોગ કર્યો છે.

| Edited By: | Updated on: Sep 13, 2023 | 11:39 PM
4 / 5
દર વર્ષે વલ્લભનગર સોસાયટીના ગણેશ મંડળ દ્વારા વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેમા ગત વર્ષે પેપર કટિંગ, નારિયેળના છોતરાના ભુસામાંથી પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી.

5 / 5
ઘાસના પુળામાંથી બનાવાયેલી આ શ્રીજીની આ પ્રતિમાના વિસર્જન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા નવલખી ખાતે બનાવાયેલા કૃત્રિમ તળાવના પાણીમાં પ્રતિમાને સ્પર્શ કરાવી ગૌશાળા અથવા પાંજરાપોળમાં પ્રતિમા લઈ જઈ ગાયોને ખવડાવવામાં આવશે.

Published On - 8:40 pm, Wed, 13 September 23