ગાંધી જયંતી નિમિત્તે દર વર્ષે વડોદરા શહેરના કોઠી વિસ્તારના રહેવાસી તથા ગાંધીવાદી અતુલભાઈ શાહ અને મુદિતા શાહ દ્વારા દર વર્ષે ગાંધીજી ઉપર અલગ અલગ થીમ પર પેઇન્ટિંગ, પોસ્ટરનું એક્ઝિબિશન કરતા હોય છે. જો કે આ વખતે ગાંધીજી અંગેના પોસ્ટલ કેન્સલેશન સ્ટેમ્પનો અનોખો સંગ્રહનું પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.
ગાંધીજીની થીમ ઉપરના આ કવરોનું કલેક્શન અતુલભાઇ છેલ્લા 25 વર્ષથી કરી રહ્યા છે અને આજે તે શહેરીજનો માટે ત્રણ દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશનમાં હિન્દુસ્તાનના 26 શહેરોમાંથી ટપાલ વિભાગ દ્વારા કેન્સલેશન કરેલા કવરો મળ્યા છે. જેમકે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, સૌરાષ્ટ્ર, ભુજ, નવી દિલ્હી, મુંબઈ, ભુવનેશ્વર, રાજગીરી, કટક, ગોરખપુર, ભાદલપુર, લખનઉના કેન્સલેશન કરેલા કવરો છે.
80 કવર ઉપર 60 ગાંધીજીના અલગ અલગ કેન્સલેશન કરેલા સિક્કાઓ મારેલા છે. એવા કવરો ઉપર એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યુ છે.
માનવામાં આવી રહ્યુ છે કે અતુલભાઈ શાહ અને તેમની પત્ની દેશના પહેલા એવા વ્યક્તિઓ હશે કે જેમણે ગાંધીજીના પોસ્ટલ કેન્સલેશન કરેલા કવરો પર એક્ઝિબિશન કર્યું છે. ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટો અને કવર ઉપર એક્ઝિબિશન કરે છે પરંતુ કોઈ કેન્સલેશન કવર ઉપર એક્ઝિબિશન કર્યું નથી.