
પર્યાવરણવાદીઓના કહેવા મુજબ વડ પોતે જ શહેરની સુંદરતામાં વધારો કરે છે અને શહેરના લોકો ભલીભીત જાણે છે કે વડ કોને કહેવાય. એના માટે વડને રંગવાની જરૂર નથી. ગમે એટલા પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે, છતાંપણ એ કુદરતી સુંદરતાને નષ્ટ કરવાનું પગલું છે. આવી મુર્ખતા ક્યારેય ન કરવી જોઈએ જેનાથી પ્રકૃતિને નુકસાન થાય.

વડ અને તેની વડવાઈઓ - આ એક પ્રકૃતિની અદભુત રચના છે. જેને કલર કરીને કે કપડાં વિટાડીને નષ્ટ કરવી ન જોઈએ. લોકોએ જાગૃત થઈને આ પ્રકારના કાર્યોને અટકાવવા જોઈએ. હવે આ બંને માંથી યોગ્ય શું છે એ વડોદરાવાસીઓએ નક્કી કરવાનું છે.
Published On - 5:04 pm, Wed, 17 May 23