કોઈ ફિલ્મથી ઓછી નથી આ યુપીના ગેંગસ્ટરની સ્ટોરી, આવો છે અંસારીનો પરિવાર

|

Apr 01, 2024 | 11:06 AM

માફિયા મુખ્તાર અંસારીનું ગુરુવારના રોજ હાર્ટ અટેકથી મૃત્યું થયું છે. મુખ્તારનું નામ ક્રાઈમની દુનિયા સાથે જોડાયેલું છે.પરંતુ તેમનો પરિવાર દેશનો પ્રતિષ્ઠિત પરિવાર રહ્યો છે. તો ચાલો આજે આપણે મુખ્તાર અંસારીના પરિવાર વિશે જાણીએ.

1 / 8
ગેંગસ્ટર અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મુખ્તાર અંસારીએ હવે દુનિયાને અલવિદા કહી દીધુ છે.  તો આજે આપણે તેના પરિવાર વિશે જાણીએ.

2 / 8
 યુપીના ડોન મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ માફિયારાજનું એક ચેપ્ટર હંમેશા માટે પૂર્ણ થઈ જશે પરંતુ શું  તમને ખબર છે કે, મુખ્તાર અંસારી ભલે માફિયા બાહુબલી રહી ચૂક્યો હોય પરંતુ તેનો પરિવાર દેશનો એક પ્રતિષ્ઠિત પરિવાર રહી ચૂક્યો છે.  17 મેમ્બરના અંસારી પરિવારના મુખિયા હતા ડોક્ટર મુખ્તાર અહમદ અંસારી, સંબંધોમાં તે મુખ્તારના દાદા થતા હતા.

3 / 8
અહેમદ અંસારી ભારતીય રાષ્ટ્રીય ચળવળના અગ્રણી નેતાઓમાં સામેલ છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સુભાનુલ્લા અંસારી અહેમદ અંસારીના પુત્ર હતા. જેમના લગ્ન બેગમ રાબિયા સાથે થયા હતા. બંનેને ત્રણ બાળકો હતા. સિબકતુલ્લા અંસારી, અફઝલ અંસારી અને મુખ્તાર અંસારી.

4 / 8
 સિબતુલ્લા મુખ્તાર અંસારીના મોટા ભાઈ છે. તેમના લગ્ન જોહર ફાતમા સાથે થયા હતા. બંનેને  ત્રણ બાળકો છે. સુહૈબ અંસારી, સલમાન અંસારી અને સહર અંસારી. સિબતુલ્લાએ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય તરીકે સેવા આપી છે. તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

5 / 8
મુખ્તારના બીજા મોટા ભાઈનું નામ અફઝલ અંસારી છે. જેની પત્નીનું નામ ફરહત અંસારી છે. અફઝલને ત્રણ દીકરીઓ છે, મારિયા અંસારી, નુસરત અંસારી અને નુરિયા અંસારી. અફઝલ અંસારી એ બહુજન સમાજ પાર્ટીના ભારતીય રાજકારણી છે અને હાલમાં ઉત્તર પ્રદેશના ગાઝીપુર મતવિસ્તારમાંથી ભારતના સંસદ સભ્ય છે.

6 / 8
સુબ્હાનઅલ્લાહ અંસારીના ત્રીજા અને સૌથી નાના દિકરાનું નામ મુખ્તાર અંસારી હતુ. જેનું ગુરુવારના રોજ હાર્ટએટેકથી મૃત્યું થયું છે. તેની પત્નીનું નામ અફશા અંસારી છે. જેમને 2 બાળકો છે. અબ્બાસ અંસારી અને ઉમર અંસારી, મુખ્તાર અંસારી એક ભારતીય માફિયા ડોન અને ઉત્તર પ્રદેશના નેતા હતા.

7 / 8
મુખ્તાર અંસારીનો દિકરો અબ્બાસ અંસારી શૉટ ગન શૂટિંગનો ઈન્ટરનેશનલ ખેલાડી છે. દુનિયાના ટોપ ટેન શૂટરોમાં અબ્બાસ માત્ર નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો નથી પરંતુ દુનિયાભરમાં અનેક મેડલ જીતી દેશનું નામ રોશન કરી ચૂક્યો છે પરંતુ હવે તે પણ પિતાના કરેલા કામોની સજા ભોગવી રહ્યો છે. તેની મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

8 / 8
તેમજ આપણે વાત કરીએ તો મુખ્તાર અંસારીના નાના બ્રિગેડિયર મોહમ્મદ અસ્માનને 1948ના જંગમાં શહિદ થયા હતા. આટલું જ નહિ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડો હમિદ અંસારીનો પણ આ પરિવાર સાથે સંબંધ છે. તે સંબંધમાં મુખ્તારના કાકા થાય છે.(All photo : Abbas Ansari facebook )

Next Photo Gallery