
UPSC ની તૈયારી તેના માટે સરળ ન હતી, અગાઉ તેને ત્રણ વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે નિરાશ ન થયો અને ધીરજ સાથે સખત મહેનત કરતો રહ્યો. અંશુમને સિવિલ સર્વિસના ચોથા પ્રયાસમાં સફળતા મળી. (ફોટો ક્રેડિટ - Anshuman Raj's Instagram)

અંશુમન રાજને વિશ્વાસ હતો કે, એક દિવસ સફળતા ચોક્કસ મળશે. છેલ્લે 2019માં તેની પસંદગી થઈ હતી. તેણે ઓલ ઈન્ડિયા 107 રેન્ક મેળવ્યો. અંશુમનના મતે UPSCમાં સફળતા મેળવવા માટે તમારે તમારી તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી જોઈએ.

અંશુમન કહે છે કે, હાર્ડ વર્ક સાથે સ્માર્ટ વર્ક ખૂબ જ જરૂરી છે. મર્યાદિત પુસ્તકો સાથે તૈયારી કરવી જોઈએ. જરૂર પડે ત્યારે ઈન્ટરનેટની મદદ લો. તેમના મતે, આજના યુગમાં, તમને ઇન્ટરનેટ પર જરૂરી દરેક વસ્તુ મળશે, પછી ભલે તમે ગામમાં હો કે શહેરમાં. તેઓ સફળતા માટે સ્માર્ટ વર્કને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.