
પોતાની ભૂલો સુધારીને મોહિતા સખત મહેનત અને સમર્પણ પછી તેના 5મા પ્રયાસમાં પરીક્ષા પાસ કરવામાં સફળ રહી. મોહિતા હાલમાં જમ્મુ અને કાશ્મીરના બારી બ્રાહ્મણા શહેરમાં સહાયક પોલીસ અધિક્ષક તરીકે તૈનાત છે.

હિમાચલના કાંગડાના દેહરાની રહેવાસી મોહિતા શર્મા 'કૌન બનેગા કરોડપતિ'માં આ સીઝનની કરોડપતિ બની હતી. IPS મોહિતા શર્માએ એક કરોડ રૂપિયા જીત્યા છે. મોહિત શર્મા આ સીઝનની બીજી એવી સ્પર્ધક હતી, જેણે એક કરોડના સવાલનો સાચો જવાબ આપ્યો છે.

મોહિતા શર્માએ ઓક્ટોબર 2019માં IFS ઓફિસર રૂશલ ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચન તેમના એકાઉન્ટમાંથી માત્ર 1796 લોકોને જ ફોલો કરે છે, જેમાં IPS ઓફિસર મોહિતા શર્માનો પણ સમાવેશ થાય છે.