
Tv9 સાથેની વાતચીતમાં ગોપાલ વસ્તરપરા જણાવ્યું હતુ કે, સરદાર પટેલ અનેગાંધીજી એ આપણા દેશની આઝાદી અને અખંડ ભારતના સાચા શિલ્પી છે.સરદાર સાહેબની મહેનત વગર આપણા અખંડ ભારત દેશની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.જેથી તેમના આ યોગદાનને આવનારી તમામ પેઢીઓ યાદ રાખે તે જરૂરી છે , જેથી તેઓમાં પણ દેશદાઝ અને દેશપ્રેમ ધબકતા રહે અને તેઓને પણ દેશ માટે કંઈક કરવાની પ્રેરણા મળે.

વધુમાં ગોપાલભાઈએ જણાવ્યું કે, ગામેગામથી લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સ્ટેચ્યુ લેવા આવી રહ્યા છે અને તમામ સમાજના લોકો આ સંકલ્પને વધાવી રહ્યા છે. આ પ્રતિમાઓની ડિઝાઇન નર્મદા ડેમ ખાતે આવેલી વિશ્વની સૌથી સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ સમાન રાખવામાં આવી છે.આ 147 ગામોમાં અમરેલી,જૂનાગઢ,ગીરસોમનાથ,રાજકોટ અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક ગામોનો સમાવેશ થાય છે.સૌથી વધુ અમરેલી જિલ્લાના ગામોમાં આ પ્રતિમાઓ લાગશે અને આ રીતે ઉદ્યોગપતિ ગોપાલ વસ્તરપરા દ્વારા સરદાર સાહેબને અનોખી શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.