Photos: રશિયા-યુક્રેન યુદ્ધને લઇને લોકોની આંખો ભીની, વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો યુક્રેનિયન ધ્વજથી પ્રકાશિત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, યુક્રેનના ધ્વજ સાથે વિશ્વની મુખ્ય ઇમારતોને ઝગમગાવીને એકતા દર્શાવવામાં આવી છે.
1 / 9
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને વિશ્વભરમાં દેખાવો થઈ રહ્યા છે. લોકોએ આ યુદ્ધને રોકવાની માંગ કરી છે. પશ્ચિમી દેશો અને લોકો દ્વારા આ યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. યુક્રેન પર રશિયન હુમલા પછી એકતા દર્શાવવા માટે વિશ્વભરની ઇમારતોને યુક્રેનિયન ધ્વજના રંગોથી શણગારવામાં આવી છે.
2 / 9
કેનેડિયન નેશનલ ટાવર કેનેડિયન શહેર ટોરોન્ટોના પ્રતીક તરીકે ઓળખાય છે. તેને વાદળી અને પીળા રંગોથી શણગારવામાં આવ્યું હતું. આ દ્વારા યુક્રેન પ્રત્યે એકતા દર્શાવવામાં આવી હતી.
3 / 9
બર્લિનમાં, યુક્રેન પર હુમલા પછી એકતા દર્શાવવા માટે બ્રાન્ડેનબર્ગ ગેટને યુક્રેનના રંગોથી રંગવામાં આવ્યો હતો.
4 / 9
બોસ્નિયા અને હર્ઝેગોવિનાની રાજધાની સારાજેવોથી યુક્રેનને એકતાનો સંદેશ મોકલવામાં આવ્યો છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે સિટી હોલમાં યુક્રેનિયન ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
5 / 9
ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપજેમાં વિદેશ મંત્રાલયની ઇમારતને યુક્રેન પર રશિયન આક્રમણ પછી એકતાના પ્રદર્શન તરીકે યુક્રેનિયન ધ્વજના રંગોથી રંગવામાં આવે છે.
6 / 9
ઇટાલીની રાજધાની રોમમાં આવેલ કોલિઝિયમ યુક્રેનિયન ધ્વજના રંગોથી ઝળહળી ઉઠ્યું હતું. આ પછી આખું કોલોઝિયમ સુંદર રંગોથી રંગાયેલું જોવા મળ્યું. આ દ્વારા યુક્રેન પ્રત્યે એકતા દર્શાવવામાં આવી હતી.
7 / 9
બ્રિટનમાં પણ યુક્રેન પ્રત્યે એકતા દર્શાવવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટ પરની બ્રિટિશ સંસદ યુક્રેનના ધ્વજથી રંગીન કરવામાં આવી. હુમલા બાદ બ્રિટને પણ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે.
8 / 9
આ તસવીરમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં ફ્લિન્ડર્સ સ્ટ્રીટ સ્ટેશન જોઈ શકાય છે, જે પીળા અને વાદળી રંગથી રંગાયેલું જોવા મળે છે. આ જાહેર ઇમારત યુક્રેનના રાષ્ટ્રીય રંગોથી પ્રકાશિત છે.
9 / 9
બેલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન યુનિયનના મુખ્ય મથક ખાતે રશિયા-યુક્રેન કટોકટી પર સમિટ દરમિયાન સિન્કેન્ટેનિયર પાર્ક યુક્રેનિયન ધ્વજના રંગોથી પ્રકાશિત કરવામાં આવ્યુ છે.