
આ બાઇક નવા નાર્ડો ગ્રે કલર ઓપ્શન અને રેડ એલોય વ્હીલ્સ સાથે મળશે. આ બાઇકમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે એલસીડી સ્ક્રીન હશે જેના પર તમને ટર્ન બાય ટર્ન નેવિગેશન, કોલ હેન્ડલિંગ અને નોટિફિકેશન મળશે.

TVS Raiderમાં 124.8 cc એર અને ઓઇલ કૂલ્ડ 3V એન્જિન છે, જે 7500rpm પર 11.22bhpનો પાવર અને 6000rpm પર 11.75Nm ટોર્ક જનરેટ કરે છે. TVS મોટરની આ બાઇક તમને 5 સ્પીડ ટ્રાન્સમિશન ઓપ્શનમાં મળશે.

TVSના આ બાઇકના કિંમત 98,389 રૂપિયા (એક્સ-શોરૂમ)માં છે. આ કિંમતે આ TVS બાઇક બજાજ પલ્સર N125ને ટક્કર આપશે. બજાજ પલ્સર N125 વેરિઅન્ટની કિંમત 94,707 રૂપિયા (એક્સ-શોરૂમ) છે.