8.89 લાખ રૂપિયા છે આ બાઈકની કિંમત, જાણો એવું તે શું છે ખાસ
જો તમે 8.89 લાખ રૂપિયાની આ સ્ટાઇલિશ બાઇક ખરીદવા માંગતા હોવ તો, આ બાઇકમાં શું ખાસ છે ? તેમાં કયા કયા ફીચર્સ છે અને તેમાં કયું પાવરફુલ એન્જિન લગાવવામાં આવ્યું છે તેની સંપૂર્ણ વિગતો આ લેખમાં જાણીશું.
1 / 6
Triumphની 2025 Speed Twin 900 માર્કેટમાં આવી ગઈ છે. કંપનીએ તેની એક્સ-શોરૂમ કિંમત 8.89 લાખ રૂપિયા રાખી છે. Triumph Speed Twin 900 ની ડિઝાઇન એકદમ ક્લાસી છે.
2 / 6
આ બાઇકની કિંમત કંપનીના પાછલા મોડલ કરતાં લગભગ 40,000 રૂપિયા વધુ છે. આ બાઇકમાં એવું તે શું ખાસ છે કે, તેની કિંમત 8.89 લાખ રૂપિયા છે.
3 / 6
આ બાઇક બજારમાં ત્રણ કલર ઓપ્શનમાં મળશે. તેમાં 900cc એન્જિન છે જે 7,500 rpm પર 64 bhpનો મહત્તમ પાવર અને 3,800 rpm પર 80 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ યુનિટ ગિયરબોક્સ છે.
4 / 6
બાઇક બે રાઇડિંગ મોડ સાથે આવે છે. તેમાં એક રોડ મોડ છે અને બીજો રેન મોડ છે. જે વિવિધ રાઇડિંગ પડકારોને હેન્ડલ કરવામાં રાઇડર્સ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તમને Triumph Speed Twin 900માં ક્રુઝ કંટ્રોલ ફીચર પણ મળે છે.
5 / 6
ટ્રાયમ્ફે એનાલોગ ડિસ્પ્લેને બદલે નવું TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે. તે રેવ્સ, સ્પીડ અને ગિયરના અપડેટ્સ બતાવે છે. બાઇકમાં USB-C સોકેટ પણ આપવામાં આવે છે. આ બાઈકના નવા વર્ઝનમાં ઘણી ડિઝાઇન પણ અપડેટ્સ કરવામાં આવી છે.
6 / 6
Triumphએ નવા સ્પીડ ટ્વીન 900 માટે બુકિંગ શરૂ કરી દીધું છે એવી શક્યતા છે કે આ બાઇક આ મહિનાના અંત સુધીમાં ડીલરશીપ પર ટેસ્ટ રાઇડ માટે પણ શરૂ થશે.