Spiti Valley: સ્પીતિના સુંદર નજારા જીતી લેશે તમારું દિલ, મુલાકાત લેતા પહેલા જાણો અહીંના શ્રેષ્ઠ સ્થળો વિશે

|

Jan 20, 2022 | 5:03 PM

Spiti Valley Travel: સ્પીતિ વેલી ખૂબ જ ઓછી વસ્તીવાળો વિસ્તાર છે અને અહીં ઘણી ટ્રેકિંગ ટ્રેલ્સ છે જ્યાં પ્રવાસીઓ ટ્રેકિંગનો (Trekking) આનંદ માણી શકે છે.

1 / 6
સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશમાં(Himachal Pradesh) આવેલી છે. સ્પીતિ વેલી દેશના સૌથી ઠંડા અને સુંદર સ્થળોમાંનું એક છે. અહીં એવી ઘણી સુંદર જગ્યાઓ છે, જેની મુલાકાત લીધા પછી તમને દરેક જગ્યા ફિક્કી લાગશે. સ્પિતિ શબ્દનો અર્થ 'ધ મિડલ લેન્ડ' થાય છે, કારણ કે સ્પીતિ વેલી ભારતને તિબેટથી(Tibet) અલગ કરે છે. આજે અમે તમને સ્પિતિ વિશે જણાવીશું.

2 / 6
કિબ્બર(Kibbar) એક ખૂબ જ સુંદર સ્થળ છે. તે સ્પિતિ ખીણમાં આવેલું એક નાનું ગામ છે. ઘણીવાર લોકોને આ ગામ વિશે ખબર હોતી નથી. પરંતુ મુસાફરી માટે કિબ્બર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પર્વતો અને ઉજ્જડ લેન્ડસ્કેપ્સથી ઘેરાયેલું, કિબ્બર Travel Lovers માટે છે. અહીં પહોંચવાનો રસ્તો થોડો મુશ્કેલ છે.

3 / 6
સૂરજ તાલ(Suraj Taal) દરિયાની સપાટીથી 4950 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તે ભારતનું ત્રીજું સૌથી મોટું તળાવ માનવામાં આવે છે અને તેને 'સૂર્ય દેવનું તળાવ' પણ કહેવામાં આવે છે. જો તમે શાંતિની શોધમાં છો તો અહીં અવશ્ય મુલાકાત લેજો. અહિયાં સૂર્યોદયનો(Sunrise) નજારો ભૂલવા જેવો નથી.

4 / 6
Kye Monastery એ ભારતના લાહૌલ(Lahaul) અને સ્પીતિ જિલ્લામાં આવેલ એક પ્રખ્યાત તિબેટીયન બૌદ્ધ(Tibetian Buddhist) મઠ છે. કાઈ મઠ વિશે અનેક પ્રકારની વાતો થતી રહે છે. તેની સ્થાપના ડ્રોમટન દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જે 11મી સદીમાં પ્રખ્યાત શિક્ષક આતિશાના વિદ્યાર્થી હતા. શાંતિમાં સમય પસાર કરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.

5 / 6
ચંદ્રતાલ તળાવને(Chandra Taal) પ્રવાસીઓ અને ટ્રેકર્સનું સ્વર્ગ માનવામાં આવે છે. જો તમે ટ્રેકિંગના(Trekking) શોખીન છો તો આ તમારા માટે ખૂબ સરસ છે. એવું માનવામાં આવે છે કે "ચંદ્ર તાલ"ને તેના અર્ધચંદ્રાકારને કારણે નામ મળ્યું છે. એવું કહેવાય છે કે જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તળાવના પાણીનો રંગ લાલથી નારંગી અને વાદળીથી લીલા રંગમાં બદલાય છે.

6 / 6
કુન્ઝુમ પાસ(Kunzum Pass) એ ખૂબ જ મનોહર સ્થળ છે. તે સૌથી ઉંચા મોટરેબલ પર્વત માર્ગોમાંથી (Motorable Pass)એક છે. અહેવાલો અનુસાર, અહીં જતા પ્રવાસીઓએ ખડતલ ભૂપ્રદેશમાંથી સુરક્ષિત રીતે મુસાફરી કરવા કુન્ઝુમ દેવીના મંદિરે આશીર્વાદ લેવા રોકાય છે. એવું માનવામાં આવે છે કે પ્રવાસીઓએ મંદિરની પરિક્રમા પણ કરવી પડે છે.

Next Photo Gallery