
દયાબેન તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી સીરીયલથી દૂર રહી છે, પરંતુ તેના ફેન્સ હજુ પણ તેણીને શોમાં પરત ફરવાની માંગ કરતા જોવા મળે છે. વાસ્તવિક જીવનની વાત કરવામાં આવે તો અભિનેત્રી દિશા વાકાણી વર્ષ 2017 માં એક પુત્રીની માતા બની હતી જે આજે 4 વર્ષની થઈ ગઈ છે અને તેણે તેની પુત્રીનું નામ સ્તુતિ રાખ્યું છે.

બાપુજી તારક મહેતા શોમાં બાપુજીનું પાત્ર પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર છે જે અભિનેતા અમિત ભટ્ટ ભજવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અભિનેતા અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં બે બાળકોના પિતા છે. જેમાં તેમના બે પુત્રો દેવ ભટ્ટ અને દીપ ભટ્ટનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, અમિતના આ બંને જોડિયા પુત્રો પણ એકવાર શોમાં જોવા મળ્યા છે.

શ્યામ પાઠક સિરિયલમાં પત્રકાર પોપટલાલની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા શ્યામ પાઠક ભલે શોમાં પરણેલા ન હોય પરંતુ વાસ્તવિક જીવનમાં તે પરિણીત વ્યક્તિ છે. વાસ્તવિક જીવનમાં તેણે વર્ષ 2003 માં રેશમી પાઠક સાથે લગ્ન કર્યા હતા. જે લગ્નથી અભિનેતા તેના બે પુત્રો પાર્થ અને શિવમ અને તેની પુત્રી નિયતિ સહિત ત્રણ બાળકોનો પિતા પણ છે.