
રામવનનો પ્રવેશ દ્વાર ભગવાન રામના ધનુષ આકારનો બનાવવામાં આવ્યો છે.પ્રવેશદ્વારથી અંદર જતા ભગવાન રામની વિશાળ પ્રતિમા રાખવામાં આવી છે.તેનાથી આગળ જટાયુ ચોકમાં જટાયુ દ્વાર છે.

આ ઉપરાંત ભગવાન રામનો રાજ્યાભિષેક,હનુમાન જી દ્વારા જડીબુટીનો આખો પર્વત લઈ આવવાનો પ્રસંગનું પણ સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે.ભગવાન રામ અને સીતા હરણને નિહાળતા હોય તેવી પ્રતિમા પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત રામવનમાં આવેલા એક તળાવમાં રામસેતુ પણ બનાવવામાં આવ્યો છે.ખૂબ જ સુંદર રીતે રામવનનું પ્રકૃતિ વચ્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.નિર્માણથી લઈને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ રામવનની મુલાકાત લીધી છે.ત્યારે રામવનના નિર્માણ બાદ આ પહેલો રામનવમી હોવાથી મોટી સંખ્યામાં લોકો રામવનની મુલાકાત લીધી હતી.
Published On - 10:31 pm, Thu, 30 March 23