
ભારત મંડપમના સ્વાગત મંચની પૃષ્ઠભૂમિમાં એક મોટા પૈડા જેવા ચક્ર્ની તસ્વીર જોવા મળી હતી. આ ચિત્ર ઓડિશાના કોણાર્ક ચક્રનું છે. આ ચક્ર 13મી સદીમાં રાજા નરસિંહદેવ-1ના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ જ 24-સ્પોક્ડ સર્કલનો ઉપયોગ રાષ્ટ્રધ્વજ, ત્રિરંગામાં પણ કરવામાં આવ્યો છે. કોણાર્ક ચક્ર પ્રગતિ અને સમયના સતત પરિવર્તનનું પ્રતીક છે. તેનો એક સંદેશ છે કે કેવી રીતે સમગ્ર વિશ્વ સૂર્યની ઊર્જા પર ચાલે છે.

હાલમાં INDIA વિરુદ્ધ ભારતની ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે જી-20 સમિટના પહેલા સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેબલ પર રાખવામાં આવેલી કન્ટ્રી પ્લેટમાં દેશનું નામ INDIA નહીં પણ ભારત લખવામાં આવ્યું હતું. આ પહેલા યોજાયેલી તમામ આંતરરાષ્ટ્રીય સમિટમાં ભારત નામનો ઉપયોગ થતો હતો.