
ફિનલેન્ડ: ફિનલેન્ડમાં, મે થી જુલાઈ સુધી 73 દિવસ સુધી સૂર્ય ચમકે છે. લેપલેન્ડ ક્ષેત્રમાં, મધ્યરાત્રિએ પણ સૂર્યપ્રકાશ પ્રવાસીઓને આકર્ષે છે.

આઇસલેન્ડ: આઇસલેન્ડમાં, 10 મે થી જુલાઈ સુધી સૂર્ય આથમતો નથી. તે યુરોપનો બીજો સૌથી મોટો ટાપુ છે, જ્યાં રાત્રે પણ સૂર્યપ્રકાશનો આનંદ માણી શકાય છે.

કેનેડાના ઉત્તરીય પ્રદેશો, જેમ કે નુનાવુતમાં ઉનાળામાં 50 દિવસ સુધી સૂર્ય આથમતો નથી. આ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે, જે એક અનોખી કુદરતી અજાયબી ધરાવે છે.

અલાસ્કામાં, મે થી જુલાઈ સુધી સૂર્ય આથમતો નથી. રાત્રે ચમકતા ગ્લેશિયર પ્રવાસીઓ માટે રોમાંચક અનુભવ પ્રદાન કરે છે.

આ બાદ કિરુના અને અબિસ્કો જેવા સ્વીડનના ઉત્તરીય ભાગોમાં, મે થી ઓગસ્ટ સુધી 100 દિવસ સુધી સૂર્ય આથમતો નથી. આ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ છે.

રશિયાના ઉત્તરીય ભાગોમાં, મે થી જુલાઈ સુધી 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી . ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ હોવાથી, આ એક અનોખો નજારો આપે છે.
Published On - 12:30 pm, Sun, 9 November 25