શિયાળામાં ગરમીનો અનુભવ કરાવશે આ AC, જાણો કેવી રીતે કરે છે કામ
શિયાળાની ઋતુ આવી ગઈ છે. જો તમે ઠંડીથી બચવા માટે ગરમ હવા આપતું રૂમ હીટર અથવા એસી ખરીદવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. આ લેખમાં અમે તમને એવા એર કંડિશનર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને શિયાળામાં માત્ર ગરમ જ નહીં રાખે. ઉનાળામાં ઠંડક પણ આપશે.
1 / 6
શિયાળાની ઋતુ આવી ગઈ છે. જો તમે ઠંડીથી બચવા માટે ગરમ હવા આપતું રૂમ હીટર અથવા એસી ખરીદવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે.
2 / 6
અમે તમને એવા એર કંડિશનર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને શિયાળામાં માત્ર ગરમ જ નહીં રાખે. ઉનાળામાં ઠંડક પણ આપશે. આ એસી ખરીદવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું, કે આ AC કેવી રીતે કામ કરે છે.
3 / 6
હવે બજારમાં એવા ઘણા એર કંડિશનર આવી ગયા છે, જે શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં કામ કરે છે. ત્યારે જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારું કામ બે અલગ-અલગ એસીની જગ્યાએ એક જ એસીમાં થશે.
4 / 6
આ AC શિયાળામાં ગરમી અને ઉનાળામાં ઠંડક આપે છે. તેને હોટ એન્ડ કોલ્ડ એસી અથવા ઇન્વર્ટર એસી કહેવામાં આવે છે. બંને સિઝનમાં કામ કરતા AC ઠંડીમાં કોમ્પ્રેસર દ્વારા બહારની હવા ખેંચે છે અને રૂમને ગરમ કરે છે.
5 / 6
ઇન્વર્ટર ટેક્નોલોજીવાળા ACમાં સ્માર્ટ કોમ્પ્રેસર છે, જે બહારના તાપમાન અનુસાર તેની સ્પીડને એડજસ્ટ કરે છે અને ગરમી ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત, સામાન્ય હીટરની તુલનામાં આ હોટ એન્ડ કોલ્ડ એસી ઓછી વીજળી વાપરે છે અને રૂમને ઝડપથી ગરમ કરે છે.
6 / 6
નોર્મલ એસીનો ઉપયોગ આપણે ઉનાળાની ઋતુમાં જ કરી શકીએ છીએ. જ્યારે હોટ એન્ડ કોલ્ડ એસીનો ઉપયોગ માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ કરી શકાય છે. આ ઉપરાંત આ એસી ઓછી વીજળીનો વપરાશ કરે છે. આ એસી લગાવવાથી તમારે હીટર અથવા રૂમ હીટર પર પૈસા ખર્ચવા પડશે નહીં.