
આ સીરિયલમાં શરદ કેલકર સાથે અભિનેત્રી નિહારિકા ચોકસે સાથે જોવા મળશે. બંનેનો લૂક સામે આવ્યો છે અને ચાહકોને તે પસંદ આવ્યો છે, પરંતુ વાર્તામાં બંનેનો રોમાંસ કોઈ પચાવી શક્યું નથી.

આ સિરિયલમાં 19 વર્ષની નિહારિકા ચોકસી આ શોમાં 46 શરદ કેલકર સાથે રોમાન્સ કરવા જઈ રહી છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે, જે મુજબ શરદ અને નિહારિકાની જોડી બનવા જઈ રહી છે.

પ્રોમોમાં બંનેની ઉંમર પણ જાહેર કરવામાં આવી છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે નિહારિકા 19 વર્ષની છે અને શરદ 46 વર્ષનો થઈ ગયો છે. સાથે જ સવાલ પણ ઉઠ્યો છે કે આ બંનેની જોડી કેવી રીતે બની શકે છે

વાર્તામાં બતાવવામાં આવશે કે 19 વર્ષની નિહારિકાની માતા તેની પુત્રીના લગ્ન સારું કમાનાર વ્યક્તિ સાથે કરવા માંગે છે અને શરદની માતા 46 વર્ષની ઉંમરે પણ શરદને લગ્ન કરી લેવા માટે મનાવતી જોવા મળે છે