
3. વિરાટ કોહલી : વિરાટ કોહિલ ત્રીજા નંબરનો સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર છે, જે વર્ષ 2008માં આયોજિત પ્રથમ સિઝનથી ધ્વજ વહન કરી રહ્યો છે. ટૂર્નામેન્ટના ઉદઘાટન વર્ષથી, કોહલીનું કદ સતત વધતું રહ્યું અને તેની કમાણી પણ વધી છે. છેલ્લી સિઝન સુધી, કોહલીએ માત્ર APLમાંથી ફી તરીકે 158 કરોડ અને 20 લાખ રૂપિયાની કમાણી કરી છે. વર્ષ 2018 થી 2021 સુધી, કોહલીએ RCB પાસેથી વાર્ષિક 17 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જ્યારે ગયા વર્ષે તેને 15 કરોડ રૂપિયાની ફી મળી હતી. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

2. રોહિત શર્મા રોહિત શર્માએ કુલ કમાણીના મામલામાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે, તો તેનો સંબંધ એ વાત સાથે પણ છે કે તેણે તેની કેપ્ટનશિપમાં મુંબઈને પાંચ ટાઇટલ જીતાડ્યા છે. રોહિતે છેલ્લા દોઢ દાયકામાં IPLમાંથી 162 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો કે ઈનામ અને જાહેરાતની કમાણી ભેગી કરવામાં આવે તો ઘણી મોટી રકમ તેણે આટલા વર્ષમાં કમાઈ લીધી છે. વર્ષ 2022 માં, રોહિતને સિઝન દરમિયાન 16 કરોડ રુપિયા મળ્યા હતા. ( ફોટો ક્રેડિટ- ગુગલ )

1. એમએસ ધોની ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર એક માત્ર પ્લેયર એટલે મહેન્દ્રસિંઘ ધોની. ધોનીએ ગયા વર્ષ સુધી આઈપીએલમાંથી 164 કરોડ અને 84 લાખ રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2018 થી 2012 સુધીમાં તેમણે વાર્ષિક 15 કરોડ રૂપિયા ફી વસુલી હતી. પરંતુ છેલ્લા બે વર્ષથી તેમણે ફી ઘટાડીને 12 કરોડ રૂપિયા કરી દીધી છે. અને જો તેમની ગયા વર્ષની ફી પણ સામેલ કરવામાં આવે તો ધોનીની કુલ કમાણી 170 કરોડ અને 84 લાખ રૂપિયા સાથે IPL ઈતિહાસમાં સૌથી વધુ અને તગડી કમાણી કરનાર પ્લેયર બન્યો છે. ( ફોટો ક્રેડિટ- ગુગલ )
Published On - 5:06 pm, Wed, 29 March 23