ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં અમદાવાદના ચાર લોકલ બોય કાંગારૂ ટીમ સામે 20 વર્ષ જૂનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. આ ત્રણેય ખેલાડીઓ ટૂર્નામેન્ટમાં જબરદસ્ત ફોર્મમાં છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પહેલા આ ચાર લોકલ બોય પર સૌની નજર છે, કારણ કે આ ચાર લોકલ બોયને અમદાવાદમાં રમવાનો ખુબ અનુભવ છે.
વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો મુકાબલો મોહમ્મદ શમી સાથે થવાનો છે. જો કે શમી બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે, પરંતુ IPLમાં તે ગુજરાત ટાઈટન્સનો સ્ટાર છે. આવી સ્થિતિમાં શમી ફાઇનલમાં લોકલ બોય તરીકે મેદાનમાં ઉતરશે. શમી અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે.
રવીન્દ્ર જાડેજા ગુજરાતનો રહેવાસી છે. જાડેજાને પણ અમદાવાદમાં રમવાનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં તે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમને હરાવવા મદદ કરશે.
યોર્કર્સના કિંગ તરીકે પ્રખ્યાત જસપ્રીત બુમરાહ પણ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ધમાલ મચાવવા જઈ રહ્યો છે. બુમરાહ પણ લોકલ બોય છે. તે ગુજરાતનો રહેવાસી છે અને તેને અમદાવાદની પીચ રમવાનો ઘણો અનુભવ પણ છે.
શુભમન ગિલ પણ અમદાવાદનો લોકલ બોય છે. પંજાબનો આ ખેલાડી IPLમાં ગુજરાત ટાઇટન્સનો જીવ છે અને તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાનો પણ સારો અનુભવ છે.