
તેઓ પોતાને બાજ કે ગરુડથી બચાવવામાં માહેર છે. જ્યારે પણ તેમને ખતરો લાગે છે, ત્યારે તેઓ સાવધાન થઈ જાય છે અને હલનચલન કરવાનું બિલકુલ બંધ કરી દે છે. જ્યારે આવું થાય છે, ત્યારે ગરુડ તેમને ઝાડ વચ્ચે શોધી શકતા નથી. આ રીતે તેઓ પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે. જો કે, તેઓ મનુષ્યોના શિકારમાંથી છટકી શકતા નથી.

અન્ય પોપટથી વિપરીત, કાકાપો દિવસ દરમિયાન સુસ્ત હોય છે અને રાત્રે વધુ સક્રિય હોય છે. તેથી જ તેઓને નાઇટ આઉલ પણ કહેવામાં આવે છે. તેમની સુગંધ પારખવાની શક્તિ ખૂબ જ મજબૂત હોય છે. જંગલમાં છૂટા પડ્યા પછી, તેઓ તેમના શરીરની ગંધના આધારે અન્ય કાકાપો શોધે છે. તેઓનું વજન 4 કિલો સુધી હોઇ શકે છે અને તે 2 ફૂટ સુધી લાંબા હોઇ શકે છે.