Knowledge: ડીઝલ-કોલસાથી નહીં, પૃથ્વીની ‘શક્તિ’ પર ચાલશે ટ્રેન, ઓસ્ટ્રેલિયામાં તૈયારીઓ શરૂ
How Infinity Train will work: ઓસ્ટ્રેલિયામાં એવી ટ્રેન બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે ન તો ડીઝલ પર ચાલશે અને ન તો કોલસા પર. આ ટ્રેનનું નામ ઈન્ફિનિટી છે. તેને ઓસ્ટ્રેલિયન માઈનિંગ કંપની ફોર્ટેસ્ક્યુ તૈયાર કરવા જઈ રહી છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ ટ્રેન કેવી રીતે દોડશે?
1 / 5
આ ટ્રેન ડીઝલ અને કોલસા વગર ચાલશે. ઓસ્ટ્રેલિયામાં (Australia) આવી અલગ પ્રકારની ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ટ્રેનનું નામ છે ઈન્ફિનિટી ટ્રેન (Infinity Train). તેને ઓસ્ટ્રેલિયન માઈનિંગ કંપની ફોર્ટેસ્ક્યુ (Fortescue) તૈયાર કરવા જઈ રહી છે. IFL સાયન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેન પ્રદૂષણમાં ઘટાડો કરશે. આ રીતે ઓસ્ટ્રેલિયા શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ આગળ વધશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે આ ટ્રેન કેવી રીતે દોડશે?
2 / 5
ઓસ્ટ્રેલિયાની ખાણકામ કંપની (Fortescue) ફોર્ટેસ્ક્યુએ આ ખાસ પ્રકારની ટ્રેન તૈયાર કરવા માટે વિલિયમ્સ એડવાન્સ્ડ એન્જિનિયરિંગ (WAE) કંપની ખરીદી છે. કંપની એવી ટ્રેન બનાવવા માંગે છે, જેની એનર્જી ક્યારેય ખતમ ન થાય. ઉર્જાના મામલામાં પણ આ ટ્રેન તેના નામ એટલે કે અનંત (Infinity Train) મુજબ હશે.
3 / 5
કંપનીના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવશે. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે આ માટે આવી ઉર્જા અલગથી ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. આ ટ્રેન પાટા પર ચાલતી હોવાથી સાથે જ ચાર્જ થતી રહેશે.
4 / 5
રિપોર્ટ અનુસાર ટ્રેનને ચાર્જ કરવા માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની (Gravitational Force) જરૂર છે. આ ટ્રેનની મદદથી લોહ-અયસ્કને ઓછા ખર્ચે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. જ્યારે 244 કોચવાળી ટ્રેનમાં 34,404 ટન લોહ-અયસ્ક ભરવામાં આવશે અને ટ્રેન તેને મુકીને પછી ખાલી પાછી આવશે, ત્યારે તેને ગુરુત્વાકર્ષણ દ્વારા ચાર્જ કરી શકાશે.
5 / 5
ફોર્ટેસ્ક્યુના સીઈઓ એલિઝાબેથ ગેઈન્સનું કહેવું છે કે, આ ખાસ પ્રકારની ટ્રેન રિન્યુએબલ એનર્જી પર ચાલતા વાહનનું ઉત્તમ ઉદાહરણ હશે. આ રીતે ડીઝલનો ઉપયોગ બંધ થશે અને પ્રદૂષણ મુક્ત ટ્રેન શરૂ થશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ચાર્જ થતી આ ટ્રેન પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ લાવશે.