
1977ના નવા વર્ષની પૂર્વ સંધ્યાએ, ટ્રમ્પે ઇવાનાને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. ટ્રમ્પે કહ્યું- જો તમે મારી સાથે લગ્ન નહીં કરો તો પોતાનું જીવન બરબાદ કરી નાખીશ. ઇવાના લગ્ન માટે સંમત થઈ. બંનેના લગ્ન 9 એપ્રિલ 1977ના રોજ થયા હતા. ટ્રમ્પે એક મિત્રને કહ્યું હતું કે તેમને 5 બાળકો જોઈએ છે. જેથી ઓછામાં ઓછું એક બાળક મારા જેવું જ હોય. ટ્રમ્પે ઇવાનાને 5 બાળકો માટે સમજાવવાનું શરૂ કર્યું, ટ્રમ્પે તેને દરેક બાળક માટે 2.5 લાખ ડોલર આપ્યા હતા.

ટ્રમ્પ અને ઇવાનાનો ડિવોર્સનો મામલો કોર્ટમાં ખેંચાયો હતો. ઈવાનાએ ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ડિસેમ્બર 1990 માં તેમના છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તે સમયે ટ્રમ્પે ઇવાનાને 36 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવા પડ્યા હતા.

ટ્રમ્પનું અંગત જીવન ઘણા વિવાદોમાં રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, મિલિટ્રી સ્કૂલના સમયથી ટ્રમ્પને લેડીઝ મેન માનવામાં આવતા હતા. ટ્રમ્પના સંબંધો માત્ર મોડલ સાથે જ નહીં પરંતુ પોર્ન સ્ટાર્સ સાથે પણ હતા.

દિલ દેવાના શોખીન હોવાને કારણે તેમના પર અત્યાર સુધી 27 મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 6 વાર નાદારી નોંધાવી છે.