
ડેબી વિંગહામ હાઈ હીલ્સ (Debbie Wingham High Heels)ડેબી વિંગહામ હાઈ હીલ્સની કિંમત $15.1 મિલિયન (રૂ. 1,24,34,46,495) છે. ડેબી વિંગહામ લક્ઝુરિયસ વસ્તુઓ બનાવવામાં માહેર છે. જન્મદિવસની ભેટ તરીકે આ મોંઘા જૂતા બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. વિશ્વના કેટલાક સૌથી મોંઘા રત્નો તેની હાઈ હીલ્સમાં જડેલા છે. તળીયું સોનાનું બનેલુ છે. જ્યારે જૂતાની બોડી પ્લેટિનમથી બનેલી છે. આ જૂતાના બાકીના ભાગમાં ઉપયોગમાં લેવાતા ચામડાને 24 કેરેટ સોનાથી રંગવામાં આવ્યું છે. આ જૂતાને 18 કેરેટ સોનાના દોરાની મદદથી સિલાઇ કરવામાં આવી હતી.

હેરી વિન્સ્ટન રૂબી સ્લીપર્સ (Harry Winston Ruby Slippers)(રૂ. 24,70,42,368)હેરી વિન્સ્ટન રૂબી સ્લીપર્સની આ જોડી 4,600 રુબીનો ઉપયોગ કરીને ખૂબ જ મહેનતથી બનાવવામાં આવી હતી. આ પગરખાં લક્ઝરીનું પ્રતીક છે. 50 કેરેટના હીરા ઉપરાંત આ શૂઝમાં 1350 કેરેટ રૂબીનો પણ સમાવેશ થાય છે. આ શૂઝની કિંમત 3 મિલિયન ડોલર (રૂ. 24,70,42,368) છે.

સ્ટુઅર્ટ વેઇટ્ઝમેન રીટા હેવર્થ હીલ્સ(Stuart Weitzman Rita Hayworth Heels) (રૂ. 24,70,42,368) સ્ટુઅર્ટ વેઇટ્ઝમેન રીટા હેવર્થ હીલ્સની કિંમત પણ $3 મિલિયન (રૂ. 24,70,42,368) છે. રીટા હેવર્થ હોલીવુડની જૂની અભિનેત્રીઓમાંની એક છે. નીલમ અને માણેક સહિતના કિંમતી પથ્થરોથી શણગારેલા છે. આ ખુલ્લા પગની હીલ્સ હેવર્થની પુત્રી પ્રિન્સેસ યાસ્મીન આગા ખાનની છે.