
Khandheri

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. ખંઢેરી સ્ટેડિયમ પર અગાઉ રમાયેલા મેચોનો ઇતિહાસ જોઈએ તો અહીંયા હંમેશા હાઈસ્કોરિંગ મેચ જોવા મળે છે. tv9 સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે આ વખતે પણ એ જ પ્રકારની પીચ રહેશે અને પ્રથમ બેટિંગ કરનારી ટીમ 300થી 350 વચ્ચેનો સ્કોર નોંધાવી શકે તેવી શક્યતા રહેલી છે. એટલે કે આ વખતે પણ પ્રેક્ષકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળશે અને તેમના રૂપિયા પૂરેપૂરા વસૂલ થવાના છે.

24 તારીખે ઇન્દોરની મેચ બાદ બંને ટીમો 25 તારીખે રાજકોટ આવી પહોંચશે. ભારતીય ટીમ સયાજી હોટેલમાં રોકાણ કરશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને ફોર્ચ્યુન હોટેલમાં સ્ટે આપવામાં આવ્યો છે. ત્રણ દિવસ 25, 26 અને 27 તારીખ સુધી રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયેલો રહેશે. ભારતીય ટીમની હોટેલ બહાર જ્યારથી ટીમ આવે ત્યારથી જ હજારો ક્રિકેટ રસિકો પોતાના ફેવરિટ ક્રિકેટરોને જોવા માટે કલાકો સુધી ઉભા રહેતા પણ જોવા મળે છે.

Khandheri
Published On - 9:18 pm, Thu, 21 September 23