
ખાદ્ય ઇતિહાસકારો શું કહે છે?- કેટલાક ખાદ્ય ઈતિહાસકારો એવો પણ દાવો કરે છે કે ખીચડી પહેલાથી જ ભારતીય ઉપખંડના ભોજનનો એક ભાગ હતી. ભાત અને દાળને અલગ-અલગ રાંધવાની અને ખાવાની પ્રક્રિયા લાંબા સમય પછી શરૂ થઈ. એટલું જ નહીં મહાભારતમાં ખીચડીનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાનો અનુસાર, દ્રૌપદીએ ખીચડી તૈયાર કરીને પાંડવોને તેમના વનવાસ દરમિયાન ખવડાવી હતી.

અકબરને પણ પસંદ હતી ખીચડી- સમય ગમે તે હોય ખીચડી હંમેશા ટ્રેન્ડમા રહી. મુઘલ બાદશાહ અકબરને પણ ખીચડી ખૂબ પસંદ હતી. બીરબલની ખીચડીની વાર્તા આપણે બધાએ સાંભળી હશે. અકબરના નવરત્નોમાંથી એક અબુલ ફઝલ દરરોજ 1200 કિલો ખીચડી બનાવતો હતો. જો કે, ખીચડીનો સ્વાદ જેટલો સ્વાદિષ્ટ હોય છે તેટલા સ્વાસ્થ્ય લાભો પણ છે.