
ટ્રાઈએ સ્પષ્ટતા કરી છે કે તે મોબાઈલ નંબરની ગતિવિધિઓને વેરિફાય કરવા, ડિસ્કનેક્ટ કરવા અથવા તેની જાણ કરવા માટે યુઝર્સને ક્યારેય કોઈ મેસેજ મોકલતી નથી. તેમજ ટ્રાઈનું નામ આપીને આવા કોલ કરે છે.

ટ્રાઈએ સ્પષ્ટ કર્યું છે કે જો તમને આ પ્રકારનો કોલ અથવા મેસેજ આવે છે, તો તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર તેની ફરિયાદ કરી શકો છો.

ભારતમાં રિલાયન્સ જિયો (450 મિલિયન), ભારતી એરટેલ (380 મિલિયન), વોડાફોન આઇડિયા (220 મિલિયન), અને સરકારી માલિકીની ભારત સંચાર નિગમ લિમિટેડ (95 મિલિયન) સહિત આશરે 1.15 અબજ મોબાઇલ ગ્રાહકો છે. જેમને ટેલિકોમ કંપનીઓ 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી વચ્ચે સાવચેતીના સંદેશા મોકલશે.
Published On - 2:33 pm, Sat, 6 January 24