Dilip Chaudhary |
Feb 08, 2024 | 6:38 PM
દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે સ્થાનિક બજારમાં સત્તાવાર રીતે દેશની પ્રથમ ઓટોમેટિક CNG કાર લોન્ચ કરી છે.
કંપનીએ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે તેની સૌથી સસ્તી Tiago CNG AMT અને સેડાન Tigor CNG AMT લોન્ચ કરી છે.
Tiago iCNG AMTના ઓટોમેટિક વેરિઅન્ટની શરૂઆતની કિંમત 7,89,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ મોડલને કુલ ચાર ટ્રીમમાં રજૂ કરી છે, તેની ટોચની XZA NRG ટ્રીમની કિંમત રૂ. 8,79,900 નક્કી કરવામાં આવી છે.
જ્યારે Tigor iCNG AMT ઓટોમેટિક માત્ર બે ટ્રિમમાં લોન્ચ કરવામાં આવી છે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 8,84,900 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 9,54,900 રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
ટાટા મોટર્સનો દાવો છે કે આ ઓટોમેટિક CNG કાર 28.06 કિમી સુધીની માઈલેજ આપે છે. હાલના કલર વિકલ્પો ઉપરાંત, કંપનીએ કેટલાક નવા કલર, ટાટા ટિયાગો માટે ટોર્નાડો બ્લુ, ટિયાગો NRG માટે ગ્રાસલેન્ડ બેજ અને રેગ્યુલર ટિગર માટે મીટિઅર બ્રોન્ઝ કલર વિકલ્પનો પણ સમાવેશ કર્યો છે.