Tata Harrier લોન પર ખરીદવાથી મહિને કેટલો આવશે EMI ? જાણો કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ ?
ટાટા હેરિયર એક ડીઝલ કાર છે. આ ટાટા કારના 25 વેરિયન્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે. ટાટા હેરિયરની એક્સ-શોરૂમ કિંમત 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 26.25 લાખ રૂપિયા સુધી જાય છે. જો તમારે આ કાર લોન પર ખરીદવી હોય તો, કેટલું ડાઉન પેમેન્ટ ભરવું પડશે અને મહિને કેટલાનો હપ્તો આવશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 6
ટાટા હેરિયર એક ડીઝલ કાર છે. આ ટાટા કારના 25 વેરિયન્ટ્સ બજારમાં ઉપલબ્ધ છે. ટાટા હેરિયરની એક્સ-શોરૂમ કિંમત 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 26.25 લાખ રૂપિયા સુધી જાય છે.
2 / 6
આ કારનું એડવેન્ચર પ્લસ વેરિઅન્ટ તેનું સૌથી વધુ વેચાતું મોડેલ છે. આ વેરિઅન્ટની ઓન-રોડ કિંમત 24.88 લાખ રૂપિયા છે. આ ટાટા કાર ખરીદવા માટે તમારી પાસે પૂરતા પૈસા નથી તો તમે લોન પણ લઈ શકો છો.
3 / 6
ટાટા હેરિયરના એડવેન્ચર પ્લસ વેરિઅન્ટ ખરીદવા માટે આ કારની કિંમતના લગભગ 10 ટકા ડાઉન પેમેન્ટ તરીકે જમા કરાવવા પડશે. તેથી આ કાર પર તમારે 22.38 લાખ રૂપિયાની લોન કરવી પડશે.
4 / 6
ટાટા હેરિયરના એડવેન્ચર પ્લસ ડીઝલ વેરિઅન્ટ ખરીદવા માટે લગભગ 2.50 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ તરીકે જમા કરાવવા પડશે. લોનના હપ્તા ઘટાડવા માટે વધુ રકમ પણ જમા કરાવી શકો છો.
5 / 6
આ ડીઝલ કાર ખરીદવા માટે જો તમે ચાર વર્ષ માટે લોન લો છો અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલ કરે છે, તો તમારે આ લોન પર દર મહિને 55,700 રૂપિયા EMI તરીકે ચૂકવવા પડશે.
6 / 6
જો ટાટા હેરિયર ખરીદવા માટે પાંચ વર્ષ માટે લોન લેવામાં આવે, તો 9 ટકાના વ્યાજ દરે દર મહિને લગભગ 46,450 રૂપિયાની EMI જમા કરાવવાની રહેશે.
Published On - 3:51 pm, Sat, 25 January 25