
આ પછી આ યુનિવર્સિટી પર ઘણા હુમલા થયા, જેના કારણે યુનિવર્સિટી ખતમ થઈ ગઈ. તેની શોધ 1863માં થઈ હતી, જ્યારે જનરલ કનિંગહામને પુરાતત્વીય ખોદકામ દરમિયાન અહીં અવશેષો મળ્યા હતા. કેટલાક ઈતિહાસકારો કહે છે કે, મધ્ય એશિયાઈ વિચરતી જાતિઓએ અહીં આક્રમણ કર્યું અને શહેરનો નાશ કર્યો. આમાં શક અને હુણનો ઉલ્લેખ છે.

ઘણા ઇતિહાસકારો આવું કઈક કહે છે. તેમના મતે, શક અને હુણોએ ભારત પર આક્રમણ કર્યું હતું પરંતુ તેને લૂંટી લીધું હતું, તેનો નાશ કર્યો નહોતો.