
બાળકોને એટ્રેક્ટ કરવા ફેમસ કાર્ટૂનના કપડાં પહેરીને દુકાનના લોકો સર્વ કરે છે બાળકોને એટ્રેક્ટ કરવા માટે સીમાડા ખાતેની દુકાનો પર કઈકને કઈક એટ્રેક્શન જોવા મળે છે. કોઈએ સેલિંગ માટે ડોરેમોને સિન્થેન છોટા ભીમ જેવા કેરેક્ટરના કપડાં પહેરી સર્વ કરે છે. 100 રૂપિયાથી લઈ 5 હજાર સુધીની ફ્રી ગિફ્ટ છે. બાળકો માટે રમવાની વ્યવસ્થા પણ કરાઈ છે.

સીમાડામાં એકસાથે 18 દુકાન છે, જ્યાં મળે છે 4 કિલોનો ગિરનાર બરફગોળો. સીમાડા ખાતે એકસાથે 18 જેટલી દુકાન છે. અહીં આઈટી, ટેક્સટાઈલ, ડાયમંડ સાથે જોડાયેલા લોકો નોકરી બાદ સાંજે બરફ ગોળાનો બિઝનેસ કરે છે. એક બરફવાળાએ તો ઓર્ડર લેવા એપ બનાવી છે. રૂ. 30થી લઈને 1200 સુધીનો બરફગોળો અને 5 કિલોનો નવલું નજરાણું ગોળો પણ મળે છે.

માઇનસ 18 ડિગ્રીમાં ડીપ ફ્રીઝ કરેલો ગોળો, 4 કલાક સુધી પીગળતો નથી. એક ગોળાવાળા પાસે ડીપ ફ્રીજ કરેલો બરફગોળો પણ છે. જે 4 કલાક સુધી પીગળતો નથી. આ ગોળાને 24 કલાક સુધી ડીપ ફ્રીઝમાં -18 ડીગ્રીમાં સ્ટોર રખાય છે. આ ગોળામાં અલગ ફ્લેવર માટે 24 કલાક પહેલા ઓર્ડર આપવો પડે છે. સુરતીઓના ફ્લેવરની વાત કરીએ તો મલાઈ ગોળો, ગુલાબ, ઓરેન્જ, કાજુદ્રાક્ષ, વરિયાળી, ચોકલેટ, કાજુ-બદામ, કાજુ ગુલકંદ, શાહી ગુલાબ પંચામૃત જેવા ફ્લેવર ગમે છે. એક ગ્રાહકે જણાવ્યું હતું કે, મારો પરિવાર નવસારીમાં રહે છે. હું તેમના માટે ડિપ ફ્રિઝ કરીલો ગોળો લઈ જાઉં છું.
Published On - 1:50 pm, Sat, 18 May 24