3 / 5
સુરતી લોચો, ઘારી, ખાજા જેવો ટેસ્ટ બીજે ક્યાંય પણ મળે એમ નથી અને બારેમાસ ભજીયાના શોખીન સુરતીઓ અવનવી વાનગીના ભજીયાઓ આરોગતા હોય છે, ત્યારે સુરતની આવી વેરાયટીઓમાં વધુ એક નામ ઉમેરાયું છે અને એ નામ આઈસ્ક્રીમ ભજીયાનું છે. બહારથી ગરમ અને અંદરથી ઠંડા એવા ભજીયાની લુફ્ત ઉઠાવવા માટે કુંજલ ભટ્ટ નામનો યુવા આઈસ્ક્રીમના ભજીયા અને આઈસ્ક્રીમની પાણીપુરી બનાવે છે.