સુરત : ‘ભુખ્યાને ભોજન’ના વિચાર સાથે ખોડીયાર ફાઉન્ડેશનની અનોખી સેવા, રોજ વિનામૂલ્યે 300 લોકોને અપાય છે ભોજન
ભૂખ્યાને ભોજન એટલે કે જેને પણ ભૂખ લાગી હોય એ ડીશ લઈને અહીં લાઈનમાં ઊભા રહી જાય છે. ગરીબ હોય કે અમીર હોય, ધર્મ કે જાતિ જોયા વગર અહીંયા મિસ્ઠાન સાથે વિનામૂલ્યે જમવાનું મળે છે. ખોડીયાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રોજ 12:00 વાગ્યા સુધીમાં આશરે 300 લોકોનું જમવાનું તૈયાર કરવામાં આવે છે.