Gujarati News Photo gallery Successful surgery of a 220 kg patient in Ahmedabad Civil Hospital know the story of the struggle of the patient and the doctor
210 કિલોગ્રામના દર્દીની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી, જાણો ડોકટર અને દર્દીના સંઘર્ષની વાત
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) હાલમાં 200 કિલોથી વધારે વજન ધરાવતા દર્દીની સર્જરી થઈ. આ સર્જરીમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ચાલો જાણીએ આ સફળ સર્જરી પાછળના સંઘર્ષની કાહાણી.
1 / 5
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઈતિહાસમાં પહેલીવાર સૌથી મુશ્કેલ સર્જરી કરવામાં આવી. તમને જાણીને નવાઈ લાગશે કે આ સર્જરી માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઘણો પરસેવો પાડયો. બોટાદ ખાતે રહેતા અને હીરા ઘસવાનું કાર્ય કરતા
ચેતન પરમાર ને જીનેટિકલ પ્રોબ્લેમ હોવાથી તેનુ વજન ધીમે ધીમે વધી 210 કિલો થયું.વધુ વજન ને કારણે તે ચાલી શકતા ન હતા. રૂટીન કામગીરી પણ કરી શકતા ન હતા, તેથી તેમણે અંતે બિર્યતિક સર્જરી કરાવી પડી.
2 / 5
ડોકટરોએ આ સર્જરી માટે ખુબ મહેનત કરવી પડી. ઓપરેશન થિયેટરમાં આગલા દિવસે દર્દીને 2 કલાક ઓપરેશન થિયેટરના ટેબલ પર સુવડાવી રખાયા જેથી ચેક થઈ શકે કે ઓપરેશન થિયેટરનું ટેબલ આટલા વજનથી તૂટી તો ના જાય ને. તમેને જાણાવી દઈએ કે દર્દી જ્યારે પણ સગા વાલા કે અન્ય કોઈના ઘરે જાય તો પોતાની ખુરશી સાથે લઈ જતા જેથી કોઈની ખુરશી તેમના વજનથી તૂટી ના જાય.
3 / 5
210 કિલો વજન ધરાવતા આ દર્દીના સર્જરી માટેના સાધનો હોસ્પિટલ પાસે ન હતા જે બહારથી મંગાવવાની ફરજ પડી.
દર્દીના ઓપરેશન પહેલા તેનું વજન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં તેનું વજન કરાવી શકાય તેવો વજન કાંટો પણ ન હતો.
4 / 5
સર્જરીના દિવસે એનેસ્થેસિયા આપ્યા બાદ 10 વ્યક્તિઓ દ્વારા ઊંચકીને દર્દીને ઓપરેશન થિયેટરમાં ટેબલ પર ખસેડવામાં આવ્યા. તેમના એક્સરે બે ભાગમાં પાડવા પડતા કારણ કે એક્સરે પ્લેટ તેમના કદના હીસાબે નાની પડતી હતી. ડોક્ટરો નું માનીએ તો ઓબેસીટી માટે જેનીટિક, જંકફુડ, હોર્મોન્સ ડીસ ઓર્ડર જેવા કારણો જવાબદાર હોય છે.એવા લોકોને બીપી, ડાયાબિટીસ સહિતની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે જેથી વજન સતત વધે તો તેને નિયંત્રિત કરવું જોઇએ.
5 / 5
દર્દીનું વજન વધુ હોવાથી કોઈ રિક્ષાચાલક તેમના લઈ જવા તૈયાર ન થતા. 10 લાખ થી 20 લાખમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં થતા ઓપરેશનને માત્ર 20 થી 30 હજારના ખર્ચમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ.
Published On - 6:13 pm, Mon, 18 July 22