
NSEમાં હિસ્સો ધરાવતા મુખ્ય સ્થાનિક રોકાણકારોમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયા ઈન્ફોલાઇન લિમિટેડ અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.

મુખ્ય વૈશ્વિક રોકાણકારોમાં ગેગિલ એફડીઆઈ લિમિટેડ, જીએસ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ, SAIF II SE ઈન્વેસ્ટમેન્ટ્સ મોરિશિયસ લિમિટેડ, અરાન્ડા ઈન્વેસ્ટમેન્ટ્સ (મોરિશિયસ) PTE લિમિટેડ, વેરેસિટી ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ, ક્રાઉન કેપિટલ લિમિટેડ અને PI ઓપોર્ચ્યુનિટીઝ ફંડનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેક હોલ્ડર્સને NSE દ્વારા થતા નફામાંથી તેઓએ જે પ્રમાણે રોકાણ કર્યું છે તે મૂજબ હિસ્સો મળે છે.