
ટાટા ટેકનોલોજીસના IPO પહેલા એટલે કે, 22 નવેમ્બર પહેલા જે રોકાણકારોએ અનલિસ્ટેડ માર્કેટમાંથી તેના શેરની ખરીદી કરી હતી તેઓના શેર કંપનીએ લોક ઈન પીરિયડમાં રાખ્યા છે. કંપનીના નોટિફિકેશન અનુસાર 27 મે, 2024 સુધી તેનું વેચાણ થઈ શકશે નહીં.

આ શેરનો લોક ઈન પીરિયડ 27 મે, 2024 ના રોજ જ્યારે પૂર્ણ થશે ત્યારે જે રોકાણકારોએ શેરમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તેઓ પ્રોફિટ બુકિંગ કરશે અને તેના કારણે બજારમાં વેચવાલી આવશે. જેટલા પણ શેરહોલ્ડર્સ છે લોક ઈન પીરિયડ બાદ તેઓ મોટા પાયે ટાટા ટેકનોલોજીસના શેરનું વેચાણ કરી શકે છે, જેની સીધી અસર શેરના ભાવ પર પડશે અને ભાવમાં મોટું કરેકશન આવી શકે છે.
Published On - 1:16 pm, Thu, 30 November 23