જેમ જેમ તમારું બાળક મોટું થાય છે તેમ તેમ તેની પોષણની જરૂરિયાતો પણ વધે છે. જીવનના પ્રથમ બે વર્ષ દરમિયાન, દરેક આહારનો 75 ટકા જેટલો ભાગ તમારા બાળકના મગજના નિર્માણ તરફ જાય છે. તેથી, તમારે તમારા બાળકને સોલિડ ખોરાક સાથે ક્યારે પરિચય કરાવવો જોઈએ? તેના માટે સમય યોગ્ય હોવો જરૂરી છે. જ્યારે બાળક છ મહિનાનું થઈ જાય, ત્યારે તેને દિવસમાં બે વખત માત્ર બેથી ત્રણ ચમચી હળવો ખોરાક, જેમ કે પોરીજ, છૂંદેલા ફળો અથવા શાકભાજી આપવાનું શરૂ કરો. આ સાથે, પહેલાની જેમ વારંવાર સ્તનપાન અથવા ફોર્મ્યુલા આપવાનું ચાલુ રાખો.