
ડિએગો સિમોન વિશ્વના સૌથી અમીર કોચમાં નંબર વન પર છે. ડિએગો સિમોન એક પ્રોફેશનલ ફૂટબોલ મેનેજર અને આર્જેન્ટિનાનો ભૂતપૂર્વ ખેલાડી છે. તેની કુલ સંપત્તિ $140 મિલિયન (લગભગ રૂ. 1236 કરોડ) છે. તેને દર મહિને $35 મિલિયનનો પગાર મળે છે. ડિએગો સિમોને ત્રણ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના કોચિંગ હેઠળ, એટલેટિકોએ બે લા લીગા ટાઈટલ અને બે યુરોપા લીગ ટ્રોફી જીતી છે.

નિક સબન વિશ્વના સૌથી ધનિક કોચની યાદીમાં બીજા ક્રમે છે. તે એક અમેરિકન કોલેજ ફૂટબોલ હેડ કોચ છે. તેની કુલ સંપત્તિ $80 મિલિયન (લગભગ રૂ. 706 કરોડ) છે. સબન વિશ્વનો સૌથી વધુ પગાર મેળવનારો કોલેજ ફૂટબોલ કોચ છે. તેનો માસિક પગાર $11.2 મિલિયન છે. સબન એ બે કોચમાંથી એક છે જેમણે વિવિધ શાળાઓ સાથે SEC ચેમ્પિયનશિપ જીતી છે. તે હાલમાં અલાબામા યુનિવર્સિટીનો ફૂટબોલ કોચ છે.

આ યાદીમાં બિલ બેલિચિક ત્રીજા નંબરે છે. તે અમેરિકન ફૂટબોલ ટીમનો મુખ્ય કોચ છે. તેની સંપત્તિ 70 મિલિયન ડોલર (લગભગ 618 કરોડ રૂપિયા) છે. બિલ બેલિચિક ન્યૂ ઇંગ્લેન્ડ પેટ્રિઓટ્સના મુખ્ય કોચ તરીકે જાણીતો છે. તેનો માસિક પગાર લગભગ 12 મિલિયન ડોલર છે.

ચોથા નંબરે અમેરિકાના જો ગિબ્સ છે. ગિબ્સ અમેરિકન ફૂટબોલ ટીમનો પૂર્વ હેડ કોચ છે. તેની સંપત્તિ 70 મિલિયન ડોલર (લગભગ 618 કરોડ રૂપિયા) છે. ગિબ્સ કુલ 16 સીઝન માટે NFLના વોશિંગ્ટન રેડસ્કિન્સનો મુખ્ય કોચ હતો અને ટીમને ત્રણ સુપર બાઉલ ટાઈટલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વિશ્વના સૌથી ધનિક કોચની યાદીમાં લેરી બ્રાઉન પાંચમા નંબરે છે. તે એક અમેરિકન બાસ્કેટબોલ કોચ છે. તેની કુલ સંપત્તિ 70 મિલિયન ડોલર (લગભગ 618 કરોડ રૂપિયા) છે. તેનો પગાર દર મહિને 2 મિલિયન ડોલર છે. લેરી બ્રાઉને ઘણી NBA અને NCAA ટીમોને કોચિંગ આપ્યું છે. બાસ્કેટબોલના ઈતિહાસમાં તે એકમાત્ર કોચ છે જેણે NBA અને NCAA બંને ટાઈટલ જીત્યા છે. (All Photo Credit : ESPN)