
1998 વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં પહોંચેલી ક્રોએશિયન ટીમના સભ્ય સ્ટિમેકને 2019માં ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ટીમ ઈન્ડિયા થોડા સમય માટે ફિફા રેન્કિંગમાં ટોપ-100માં પરત ફરી હતી.

સ્ટિમેકના કાર્યકાળ દરમિયાન, ભારતીય ટીમે 2 SAFF ચેમ્પિયનશિપ સહિત 4 ટ્રોફી જીતી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ટીમનું પ્રદર્શન સતત કથળતું રહ્યું અને લાંબા સમયથી ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી, જેના પછી સ્ટીમચને માંગ ઉઠી હતી.
Published On - 10:08 pm, Mon, 17 June 24