Commonwealth Games: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો હતો? 46.71 સેકન્ડમાં રચ્યો હતો ઈતિહાસ

કોમનવેલ્થ ગેમ્સ 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય રમતગમતના એક ઐતિહાસિક પળને યાદ કરવી જરૂરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ વર્ષ 1958માં આવ્યો હતો. એક દિગ્ગજ દોડવીરે માત્ર 46.71 સેકન્ડમાં રેસ પૂર્ણ કરીને દેશનું નામ વિશ્વ સ્તરે ગૌરવથી ઊંચું કર્યું હતું.

| Updated on: Jul 22, 2026 | 4:53 PM
1 / 5
કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે વિશ્વભરના ખેલાડીઓ તૈયાર છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાનારી આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભારત પણ મેડલ માટે દાવેદારી રજૂ કરશે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 564 મેડલ જીત્યા છે, જેમાં 203 ગોલ્ડ મેડલ સામેલ છે.

2 / 5
પરંતુ શું તમે જાણો છો કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ કયા ખેલાડીએ જીત્યો હતો? આ ઐતિહાસિક સિદ્ધિ વર્ષ 1958માં એક દોડવીરે મેળવી હતી, અને ભારતીય રમતગમતના ઈતિહાસમાં પોતાનું નામ અમર કરી દીધું.

3 / 5
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવવાનો શ્રેય દિગ્ગજ એથ્લીટ મિલ્ખા સિંહને જાય છે. કાર્ડિફમાં યોજાયેલી 1958 કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે 440 યાર્ડ દોડમાં ભાગ લીધો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

4 / 5
મિલ્ખા સિંહે આ રેસ માત્ર 46.71 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે દક્ષિણ આફ્રિકાના દોડવીર માલ્કમ ક્લાઈવ સ્પેન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા.

5 / 5
આ માત્ર એક મેડલ નહોતો, પરંતુ ભારતના રમતગમતના ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત હતી. ‘ફ્લાઈંગ શીખ’ તરીકે જાણીતા મિલ્ખા સિંહે પોતાની કારકિર્દીમાં ચાર એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા. તેમની આ સિદ્ધિ આજે પણ લાખો ખેલાડીઓને પ્રેરણા આપે છે. (PC:PTI/GETTY/X)

Published On - 8:50 pm, Tue, 21 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.